# started 2014-08-16T13:49:59Z "મીરાંબાઈ (૧૪૯૮-૧૫૪૭) એક કૃષ્ણભક્ત હતાં જેમણે ભગવાન કૃષ્ણને પોતાના પતિ તરિકે સ્થાપ્યા હતાં અને તેને અનુલક્ષીને અનેક ભજનો રચ્યાં છે. આ ભજનો મુખ્યત્વે સાખ્ય ભાવમાં રચાયેલાં છે. મેવાડના વતની અને એક સમયે રાજરાણી મીરાંબાઈએ કૃષ્ણ પ્રત્યેની ભક્તિ માટે તમામ સુખ સાહ્યબીઓ પાછળ છોડીને ગામેગામ ફરી કૃષ્ણભક્તિના ગીતો ગાનાર સાધ્વીનું રૂપ લઈ લીધું હતું. મીરાંબાઈએ કૃષ્ણભક્તિની અનેક ગુજરાતી કાવ્ય રચનાઓ આપણને આપી છે. મુખ્યત્વે મીરાંબાઈનાં મૂળ પદો વ્રજ ભાષા અને મારવાડી ભાષામાં મળે છે."@gu . "હુર્રિયત પરિષદ (સ્થાપના માર્ચ ૯, ૧૯૯૩) ૨૬ કાશ્મીરી એકમોનો સમૂહ છે. તે કાશ્મીરમાં આવેલી સામાજીક અને ધાર્મિક સંસ્થા છે જે કાશ્મીરને ભારતથી અલગ રાષ્ટ્ર બનાવવા માટે પ્રયત્નશીલ છે. હુર્રિયત પરિષદને પાકિસ્તાનનો ટેકો છે."@gu . "કરોડ એ પારંપરિક ગણવાની પદ્ધતી માં એક એકમ છે જે હજુ પણ ભારત માં વપરાય છે.૧ કરોડ (૧,૦૦,૦૦,૦૦૦) ૧૦ મિલિયન બરાબર હોય છે.તેમજ એજ પદ્ધતી માં ૧ કરોડ એ ૧૦૦ લાખ બરાબર હોય છે."@gu . "ગુજરાતનો નાથ એ કનૈયાલાલ મુનશી લિખિત ઐતિહાસિક નવલકથા છે. આ નવલકથા ગુજરાતી ભાષા સાહિત્યની એક ખૂબ જાણીતી કૃતિ છે. મુન્શી કૃત ચાર નવલકથાઓનાં જૂથ માંહ્યલી આ ત્રીજી નવલકથા છે. અન્યમાં, પહેલી જય સોમનાથ, બીજી પાટણની પ્રભુતા અને ચોથી રાજાથિરાજ છે. આ કથામાં સ્ત્રી પાત્રને વિદુષી, બહાદુર, વિરાંગના, બતાવ્યા છે. જેમ કે, મિનલદેવી અને કાશ્મિરા, એક શાંત અને મુત્સદી તો બીજી સુંદર અને બહાદુર સાથે ચાલાક પણ. તેમા મુંજાલ મંત્રી અને રાજા કર્ણદેવ જેવા પાત્રો પણ છે.કથાના કેન્દ્રમાં એક કાલ્પનિક પાત્ર 'કાક' નામનો એક બ્રાહ્મણ યોદ્ધો છે. એના અને 'મંજરી', કે જેના પ્રેમમાં કાક પડે છે, સિવાયના બાકીના બધા જ મુખ્ય પાત્રો વાસ્તવિક ઐતિહાસિક પાત્રો છે. કથા પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહના શરૂઆતના શાસનકાળ દરમ્યાનની છે. જેમાં કાક અનેક સાહસોમાંથી પસાર થતો તે સમયના જુદા-જુદા મહત્વના પાત્રોના સંપર્કમાં આવતો આપણને તે સમયના ઇતિહાસની સફર કરાવે છે. કાક એક બ્રાહ્મણ હોવા છતાં એક સારો લડવૈયો અને ચતુર માણસ હતો. પરંતુ તેને સંસ્કૃત આવડતું નહી. આ વાત મંજરી ને ગમતી નહી. આ નવલકથામાં કનૈયાલાલ મુનશીની એક વાચકને જકડી રાખવાની પ્રતિભા છતી થાય છે.કાક ભટ્ટ અને મંજરીને પ્રેમતાંતણે બાંધવા વારંવાર વપરાયેલું સંસ્કૃત વાક્યઃ कैलासमिव दुर्घषम् कालाग्निमिव दुःसहम् |"@gu . "દયારામ ગરબી શૈલીમાં ગીતો રચનાર પ્રથમ કવિ હતા, જે ગુજરાત રાજ્યમાં જનમ્યા હતા..તેમણે રચેલાં પુષ્ટિમાર્ગે અનુસરતા કૃષ્ણભક્તિના પદો ખૂબ જ પ્રખ્યાત છે.તેમના પિતા નુ નામ પ્રભુરામ નાગર હતુ.તેમની કેટલીક જાણીતી કૃતિઓ: શ્યામ રંગ સમીપે ન જાઉં હવે સખી નહીં બોલું,ઓ વ્રજનારી!"@gu . "ગુજરાતી ભાષાના સર્વપ્રથમ વ્યાકરણ ગ્રંથની રચના જૈન મુનિ હેમચંદ્રાચાર્યએ કરી હતી. ગુજરાતી ભાષાના પ્રથમ કવિ નરસિંહ મહેતા હતા, તથા પ્રથમ લેખક નર્મદ હતા. આ બધાને પગલે ગુજરાતી ભાષામાં સાહિત્યનું યોગદાન ઉત્તરોતર વધતું જ રહ્યું છે."@gu . "કુદરતને ઓળખો, સ્વિકારો અને અનુસરો..કુદરત મહાન કલાકાર છે. કુદરત મહાન ઇજનેર છે. કુદરત મહાન ચિકિત્સક છે. કુદરત મહાન શિક્ષક છે.કુદરતની વિરૂદ્ધ ન જાવ. ઉદાહરણ તરીકે, રાત્રી આરામ માટે અને દિવસ કામ માટે બનાવેલ છે. તો રાત્રે પુરતો આરામ કરો.એક જાણીતી કહેવત પણ છેઃ રાત્રે વહેલા જે સુઇ, વહેલા ઉઠે વીરબળ, બુદ્ધિ ને ઘન વઘે, વળી, સુખમાં રહે શરીર.આ મુજબ સવારે વહેલા ઉઠવાથી, આખો દિવસ તાજગીભર્યો લાગે છે.રાત્રે મોડે સુઘી જાગી,સવારે મોડે સુઘી સુઈ રહેવું યોગ્ય નથી.કુદરતની કળાના અસંખ્ય નમુના આપણી સમક્ષ કુદરતે વિના મુલ્યે પાથરેલા છે.નદી,પર્વત,જાતભાતના પુષ્પો, વ્રુક્ષો પશુપક્ષીઓ નિર્માણ કરવાં કોઇ આસાન કામ નથી.કુદરત વિરાટ અને સુક્ષ્મ બન્ને ક્ષેત્રમાં પારંગત છે.જો આપણી પાસે થોડા હજાર વારના બંગલો હોય તો આપણને ખૂબ અભિમાન આવે છે. હવે જરા એ બંગલો આપણા શહેરની સરખામણીમાં કેઽલો નાનો છે તેનો વિચાર કરી જુઓ. વળી, આ શહેર દેશની સરખામણીમાં કાંઈ જ નથી. અને આ દેશ પ્રુથ્વીનો સુક્ષ્મભાગ છે. આ પ્રુથ્વી આકાશગંગાનો એક નાનો અંશ છે અને કુદરતે આવી અગણિત આકાશગંગા બનાવેલ છે.આમ કુદરતની વિરાટતા સમજવા આપણી બુદ્ધિનું કોઇ ગજું નથી.અરે આપણે બનાવેલ માપ પણ ટુંકા પડે આથી બે ગ્રહ વચ્ચેનું અંતર માપવા પ્રકાશવર્ષનો ઉપયોગ કરવો પડે છે. અહીં મીટર-કિલોમીટર ઘણાં જ ટુકા પડે.એક પ્રકાશવર્ષ એઽલે પ્રકાશકિરણે એક વર્ષની સફરમાં કાપેલ અંતર.આ જ વસ્તુ સુક્ષ્મતાની બાબતમાં પણ લાગુ પડે.....આપણું માનવ શરીર પણ કુદરતની અદભુત કરામત છે.પ્રત્યેક શરીર એક સ્વનિયંત્રિત, સ્વનિર્ભર કારખાનુ છે, જે અટક્યા વગર વર્ષો સુઘી ચાલ્યા જ કરે....."@gu . "ભારત દેશના દરેક નાગરિક માટે આ પ્રતિજ્ઞા પત્ર બનાવવામાં આવેલું છે. પ્રતિજ્ઞા પત્રનો મુખ્ય ઉદ્દેશ દરેક નાગરિકને તેની નાગરિક તરીકેની ફરજો પ્રત્યે કટિબદ્ધ બનાવવાનો છે. આ પ્રતિજ્ઞાને સદાયને માટે યાદ રાખી અમલ કરવી, એ દરેક નાગરિકની ફરજ છે. આથી જ આ પ્રતિજ્ઞા પત્રને ગુજરાત રાજ્યમાં પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના દરેક ધોરણના, દરેક વિષયના પાઠ્યપુસ્તકમાં શરૂઆતનાં પાનાઓમાં સ્થાન આપવામાં આવેલું છે તેમ જ દરરોજ આ પ્રતિજ્ઞાનું પઠન કરાવવામાં આવે છે."@gu . "વર્જિન એટલાંટિક ઐરવેઝ લિમિટેડ, સામાન્ય રીતે વર્જિન એટલાંટિક એક હવાઇ સેવા છે જે યુનાયટેડ કિંગડમ થી અંતર્મહાદ્વીપ ઉડાનો ચલાવે છે."@gu . "ઢાકા (જનસંખ્યા ૯,૦૦૦,૦૨૨ (૨૦૦૧)), બાંગ્લાદેશની રાજધાની છે. રાજધાની હોવા ઉપરાંત ઢાકા બાંગ્લાદેશનું ઔદ્યોગિક અને પ્રશાસકીય કેન્દ્ર પણ છે. અહિયાં ચોખા, શેરડી અને ચાનો વેપાર થાય છે. ઢાકાનો ઇતિહાસ ઓછામાં ઓછો ૧૦૦૦ વર્ષનો છે."@gu . "મકબૂલ ફિદા હુસૈન' (જન્મ ૧૭ સપ્ટેમ્બર ૧૯૧૫, પંઢરપુર; મૃત્યુ: ૯ જૂન ૨૦૧૧, લંડન, યુ.કે.) એમ એફ હુસૈન તરીકે પ્રસિદ્ધ એવા ભારતીય ચિત્રકાર છે. તેઓ તેમની આધુનિક ચિત્રશૈલી માટે, તથા માધુરી દીક્ષીત ના ભાવક તરીકે જાણીતા છે."@gu . "પાકિસ્તાન દક્ષિણ એશિયામાં સ્થિત દેશ છે. ભારત, ઈરાન, અફઘાનિસ્તાન અને ચીન, પાકિસ્તાનના પાડોશી દેશો છે. ૧૫ કરોડની વસ્તી ધરાવતો આ દેશ વિશ્વના સૌથી વધારે વસતીવાળા દેશોમાં છઠ્ઠા સ્થાન પર છે. પાકિસ્તાન ઈંડોનેશિયા પછી વિશ્વનું બીજું સૌથી મોટું મુસ્લિમ રાષ્ટ્ર છે. અહીંની મુખ્ય ભાષા ઉર્દુ, પંજાબી,સિંધી, બલોચી અને પશ્તો છે. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ અને અન્ય મુખ્ય શહેરોમાં કરાચી અને લાહોર છે."@gu . "થાઇલેન્ડ દક