# started 2014-09-02T08:14:46Z "મીરાંબાઈ (૧૪૯૮-૧૫૪૭) એક કૃષ્ણભક્ત હતાં જેમણે ભગવાન કૃષ્ણને પોતાના પતિ તરિકે સ્થાપ્યા હતાં અને તેને અનુલક્ષીને અનેક ભજનો રચ્યાં છે. આ ભજનો મુખ્યત્વે સાખ્ય ભાવમાં રચાયેલાં છે. મેવાડના વતની અને એક સમયે રાજરાણી મીરાંબાઈએ કૃષ્ણ પ્રત્યેની ભક્તિ માટે તમામ સુખ સાહ્યબીઓ પાછળ છોડીને ગામેગામ ફરી કૃષ્ણભક્તિના ગીતો ગાનાર સાધ્વીનું રૂપ લઈ લીધું હતું. મીરાંબાઈએ કૃષ્ણભક્તિની અનેક ગુજરાતી કાવ્ય રચનાઓ આપણને આપી છે. મુખ્યત્વે મીરાંબાઈનાં મૂળ પદો વ્રજ ભાષા અને મારવાડી ભાષામાં મળે છે."@gu . "હુર્રિયત પરિષદ (સ્થાપના માર્ચ ૯, ૧૯૯૩) ૨૬ કાશ્મીરી એકમોનો સમૂહ છે. તે કાશ્મીરમાં આવેલી સામાજીક અને ધાર્મિક સંસ્થા છે જે કાશ્મીરને ભારતથી અલગ રાષ્ટ્ર બનાવવા માટે પ્રયત્નશીલ છે. હુર્રિયત પરિષદને પાકિસ્તાનનો ટેકો છે."@gu . "કરોડ એ પારંપરિક ગણવાની પદ્ધતી માં એક એકમ છે જે હજુ પણ ભારત માં વપરાય છે.૧ કરોડ (૧,૦૦,૦૦,૦૦૦) ૧૦ મિલિયન બરાબર હોય છે.તેમજ એજ પદ્ધતી માં ૧ કરોડ એ ૧૦૦ લાખ બરાબર હોય છે."@gu . "દયારામ ગરબી શૈલીમાં ગીતો રચનાર પ્રથમ કવિ હતા, જે ગુજરાત રાજ્યમાં જનમ્યા હતા..તેમણે રચેલાં પુષ્ટિમાર્ગે અનુસરતા કૃષ્ણભક્તિના પદો ખૂબ જ પ્રખ્યાત છે.તેમના પિતા નુ નામ પ્રભુરામ નાગર હતુ.તેમની કેટલીક જાણીતી કૃતિઓ: શ્યામ રંગ સમીપે ન જાઉં હવે સખી નહીં બોલું,ઓ વ્રજનારી!"@gu . "કુદરતને ઓળખો, સ્વિકારો અને અનુસરો..કુદરત મહાન કલાકાર છે. કુદરત મહાન ઇજનેર છે. કુદરત મહાન ચિકિત્સક છે. કુદરત મહાન શિક્ષક છે.કુદરતની વિરૂદ્ધ ન જાવ. ઉદાહરણ તરીકે, રાત્રી આરામ માટે અને દિવસ કામ માટે બનાવેલ છે."@gu . "ભારત દેશના દરેક નાગરિક માટે આ પ્રતિજ્ઞા પત્ર બનાવવામાં આવેલું છે. પ્રતિજ્ઞા પત્રનો મુખ્ય ઉદ્દેશ દરેક નાગરિકને તેની નાગરિક તરીકેની ફરજો પ્રત્યે કટિબદ્ધ બનાવવાનો છે. આ પ્રતિજ્ઞાને સદાયને માટે યાદ રાખી અમલ કરવી, એ દરેક નાગરિકની ફરજ છે. આથી જ આ પ્રતિજ્ઞા પત્રને ગુજરાત રાજ્યમાં પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના દરેક ધોરણના, દરેક વિષયના પાઠ્યપુસ્તકમાં શરૂઆતનાં પાનાઓમાં સ્થાન આપવામાં આવેલું છે તેમ જ દરરોજ આ પ્રતિજ્ઞાનું પઠન કરાવવામાં આવે છે."@gu . "વર્જિન એટલાંટિક ઐરવેઝ લિમિટેડ, સામાન્ય રીતે વર્જિન એટલાંટિક એક હવાઇ સેવા છે જે યુનાયટેડ કિંગડમ થી અંતર્મહાદ્વીપ ઉડાનો ચલાવે છે."@gu . "ઢાકા (જનસંખ્યા ૯,૦૦૦,૦૨૨ (૨૦૦૧)), બાંગ્લાદેશની રાજધાની છે. રાજધાની હોવા ઉપરાંત ઢાકા બાંગ્લાદેશનું ઔદ્યોગિક અને પ્રશાસકીય કેન્દ્ર પણ છે. અહિયાં ચોખા, શેરડી અને ચાનો વેપાર થાય છે. ઢાકાનો ઇતિહાસ ઓછામાં ઓછો ૧૦૦૦ વર્ષનો છે."@gu . "મકબૂલ ફિદા હુસૈન' (જન્મ ૧૭ સપ્ટેમ્બર ૧૯૧૫, પંઢરપુર; મૃત્યુ: ૯ જૂન ૨૦૧૧, લંડન, યુ.કે.) એમ એફ હુસૈન તરીકે પ્રસિદ્ધ એવા ભારતીય ચિત્રકાર છે. તેઓ તેમની આધુનિક ચિત્રશૈલી માટે, તથા માધુરી દીક્ષીત ના ભાવક તરીકે જાણીતા છે."@gu . "પાકિસ્તાન દક્ષિણ એશિયામાં સ્થિત દેશ છે. ભારત, ઈરાન, અફઘાનિસ્તાન અને ચીન, પાકિસ્તાનના પાડોશી દેશો છે. ૧૫ કરોડની વસ્તી ધરાવતો આ દેશ વિશ્વના સૌથી વધારે વસતીવાળા દેશોમાં છઠ્ઠા સ્થાન પર છે. પાકિસ્તાન ઈંડોનેશિયા પછી વિશ્વનું બીજું સૌથી મોટું મુસ્લિમ રાષ્ટ્ર છે. અહીંની મુખ્ય ભાષા ઉર્દુ, પંજાબી,સિંધી, બલોચી અને પશ્તો છે. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ અને અન્ય મુખ્ય શહેરોમાં કરાચી અને લાહોર છે."@gu . "થાઇલેન્ડ દક્ષિણ પૂર્વ એશિયામાં આવેલો દેશ છે. થાઇલેન્ડ ના પૂર્વી સરહદ પર લાઓસ અને કમ્બોડિયા, દક્ષિણી સરહદ પર મલેશિયા અને પશ્ચિમી સરહદ પર મ્યાનમાર છે. થાઇલેન્ડ ને સિયામ નામ થી પણ ઓળખાય છે. થાઇ શબ્દનો અર્થ થાઇ ભાષામાં આઝાદ થાય છે. થાઇ શબ્દ થાઇ લોકોના સંદર્ભમાં પણ વપરાય છે. આ કારણથી ઘણા થાઇ લોકો, ખાસ કરીને ચીની થાઇ, થાઇલેન્ડ ને હજૂ પણ સિયામ નામ થી બોલાવવાનું પસંદ કરે છે."@gu . "મુકેશ ચન્દ માથુર (જુલાઈ ૨૨, ૧૯૨૩, દિલ્હી, ભારત - ઓગસ્ટ ૨૭, ૧૯૭૬) ફક્ત મુકેશ તરીકે ઓળખાતા એક લોકપ્રિય ભારતીય પાર્શ્વ ગાયક હતા .મુકેશના અવાજ ની પરખ કરનાર હતા એમના દૂરના સગા મોતીલાલ. મુકેશના બહેનના લગ્નમાં એમને ગાતા સાંભળી મોતીલાલ ખૂબ જ પ્રભાવિત થયા હતા અને મુકેશને મુંબઈ લઈ આવ્યા હતા અને એમના ઘરમાં રહેવા કહ્યું. મુકેશને ગાવાનું પ્રશિક્ષણ આપવા માટે પણ એમણે વ્યવસ્થા કરી આપી હતી. મોતીલાલની ઓળખાણથી મુકેશને હિન્દી ફિલ્મ નિર્દોષ (૧૯૪૧) માં મુખ્ય કલાકાર તરીકે કામ મળ્યું હતું."@gu . "ગરબા મુખ્યતઃ ગુજરાત, ભારતના ખૂબ લોકપ્રિય ધાર્મિક લોકનૃત્યનો ઉત્સવ છે. ગરબા આસો માસની શુક્લ પક્ષની એકમથી નોમ સુધીની તિથિઓ દરમ્યાન ગવાય છે. આ રાત્રીઓ નવરાત્રી તરીકો જાણીતી છે. આ નૃત્ય દ્વારા દેવીની આરાધના કરવામાં આવે છે. આ ભારતના સૌથી જાણીતા તહેવારોમાંનો એક છે. નૃત્ય ઉપરાંત નવરાત્રીમાં કાણાંવાળી મટકીમાં અંદર જ્યોત મુકીને બનાવાતા દીવાઓને પણ ગરબા કહે છે. નવરાત્રી દરમ્યાન માતાજીની સ્તુતિમાં ગવાતાં ગીતોને પણ ગરબા કહે છે."@gu . "વેલિંગ્ટન શહેર ન્યૂઝિલેન્ડ દેશનું પાટનગર છે. વેલિંગ્ટન શહેર ખાતે ઇ. સ. ૧૮૬૫ના વર્ષમાં પાટનગર ખસેડવામાં આવ્યું તે પૂર્વે ઓકલેન્ડ શહેર ન્યુઝીલેન્ડ દેશનું પાટનગર હતું."@gu . "આફ્રિકા ક્ષેત્રફળ અને વસ્તી, બંનેની દ્રષ્ટીએ યુરેશિયા પછીનો દુનિયાનો બીજો સૌથી મોટો ખંડ છે. મુખ્ય ખંડની તથા નજીક આવેલા ટાપુઓ ગણીને લગભગ ૩૦,૩૭૦,૦૦૦ કિ.મી.૨ (૧૧,૭૩૦,૦૦૦ માઇલ૨) પર, તે પૃથ્વીની લગભગ ૨૦.૪% જમીન રોકે છે, અને ૫૪ દેશોમાં ૮૦૦ મીલીયન થી વધુ લોકો ધરાવતો આ ખંડ વિશ્વની માનવ વસ્તીનો સાતમો ભાગ આપે છે."@gu . "બિહાર ભારત નું એક રાજ્ય છે. બિહાર ની રાજધાની પટના છે. બિહાર ની ઉત્તરી સીમા પર નેપાળ, પશ્ચિમી સીમા પર ઉત્તર પ્રદેશ અને દક્ષિણી સીમા પર ઝારખંડ છે.બિહાર ભારતનો એક પ્રાન્ત છે . બિહારની રાજધાની પટના છે . બિહારની ઉત્તરમાં નેપાળ છે, પશ્ચિમમાં ઉત્તર પ્રદેશ છે અને દક્ષિણમાં ઝારખન્ડ છે. આનું નામ બુદ્ધ 'વિહાર'નો અપભ્ંશ અબવો બિહાર મનાય છે. આ ક્ષેત્ર ગંગા તથા તેની સહાયક નદીઓના મેદાનોમાં વસેલ છે."@gu . "હિંદી એ ભારતીય બંધારણમાં માન્યતા પ્રાપ્ત રાજભાષા છે તેમજ દેશમાં સૌથી વધુ લોકો દ્વારા બોલાતી ભારતની રાષ્ટ્રવ્યાપી ભાષા છે. હિંદી શબ્દનો ઉદ્દભવ હિંદમાંથી થયો છે. હિંદ શબ્દ ભારતની પશ્ચિમે આવેલા મુસ્લિમ દેશો દ્વારા ભારત માટે વપરાતો શબ્દ છે.